zoom in zoom out toggle zoom 

< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩

ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રૂઢિવાદ

From Ekatra Wiki
Revision as of 09:16, 2 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


રૂઢિવાદ(Conservatism) : સાહિત્યકૃતિમાં સ્થાપિત મૂલ્યો અને સિદ્ધાન્તોનું પ્રતિપાદન કરવા તરફનું સર્જકનું વલણ. સામાજિક રૂઢિઓ, પ્રણાલિઓને આધારે નિયત થતી વિચારધારાઓને કૃતિમાં પ્રતિબિંબિત કરવાનું આ વલણ જીવન વિશે ક્રાંતિકારી, પ્રગતિશીલ અભિગમથી વિચારણા કરવાના વલણ (Progressivism)થી અલગ પડે છે. પ.ના.