ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વીરશૈવવાદ

From Ekatra Wiki
Revision as of 12:14, 3 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વીરશૈવવાદ : સવિશેષ બ્રહ્મવાદની શિવપરક વિચારધારાઓમાં શિવાદ્વૈત, શક્તિવિશિષ્ટાદ્વૈત અથવા વીરશૈવવાદના નામે ઓળખાતા આ સિદ્ધાન્તનો ઇતિહાસ ઘણો પ્રાચીન છે. તેમાં વિપુલ પ્રદાન કરનાર અનેક આચાર્યોમાં રેણુકાચાર્યનું રેણુકા ભાષ્ય તથા બ્રહ્મસૂત્ર પર શક્તિવિશિષ્ટાદ્વૈતવાદી શ્રીકરાચાર્યનું શ્રીકરભાષ્ય પ્રતિષ્ઠિત છે. આ સિદ્ધાન્તમાં પ્રપંચના માયિક બન્ધનથી છૂટવા માટે શિવ અને જીવના એકત્વનું સામરસ્ય – લિઙ્ગાઙ્ગ સામરસ્ય સિદ્ધ કરવામાં આવ્યું છે. CŸ¸¹¬¸ સૂત્રનું CCà D™ ¹¥¸ŒÃનું વાચક, અઙ્ગનું વાચક ત્વમ્પદ તથા ઉભયના સંયોગનું વાચક અસિપદ હોવાનું મનાયું છે. શક્તિ અને શક્તિમાન બે પદાર્થ છે; શક્તિમાન સ્વયં મહેશ્વર અને તેમની શક્તિઓ જ આ જગત છે. દૃશ્ય અને સૂક્ષ્મરૂપે સ્થિત ચરાચર પ્રપંચ શિવ-શક્તિથી વિશિષ્ટ એવું ઉભયનું સ્વરૂપ હોવાના શક્તિવિશિષ્ટદ્વૈત સિદ્ધાન્તનું પ્રતિપાદન વીરશૈવવાદમાં થયું છે. શા.જ.દ.