ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સમજણ
Revision as of 07:51, 8 December 2021 by KhyatiJoshi (talk | contribs)
સમજણ(Verstehen, understanding) : જર્મનીમાં આધુનિક ફિલસૂફીને વિજ્ઞાનના સ્વરૂપ અને એની પ્રક્રિયાના માળખામાં ઢાળવાનો પ્રયત્ન થયેલો અને તથ્યવાદ સાથે એનો નિકટનો નાતો જોડેલો. પરંતુ પછીથી માનવવિદ્યાઓને જુદી પાડવા મહત્ત્વનો ભેદ ઊપસ્યો. ડિલ્ટીએ વિજ્ઞાનની સમજૂતી (Erklarung, explanation)ની પદ્ધતિ સામે સમજણની સ્વતંત્ર પદ્ધતિ પર માનવવિદ્યાઓને પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો. આ બંને ભિન્ન પ્રક્રિયાઓ છે.
ચં.ટો.