ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્યિક સંપ્રદાયો અને આંદોલનો
Revision as of 08:46, 9 December 2021 by KhyatiJoshi (talk | contribs)
સાહિત્યિક સંપ્રદાયો અને આંદોલનો(Literary Schools and Movements) : અમુક માર્ગદર્શક સિદ્ધાન્તો વિશે જેમનામાં સર્વસમંતિ સધાઈ હોય અને જેઓ અમુક સાહિત્યને પોતાના વિચારો વડે પ્રભાવિત કરવા માગતા હોય એવા સર્જકોએ ઊભું કરેલું હેતુપૂર્વકનું જૂથ. આવાં જૂથો પોતાના સિદ્ધાન્તોના પ્રસાર માટે ખરીતાઓ બહાર પાડે છે અને સામયિક કે સામૂહિક પ્રકાશન-પ્રવૃત્તિ ચલાવે છે. આવાં જૂથો ઘણીવાર નવી પેઢીના વિચારોની અભિવ્યક્તિરૂપ હોય છે, અને પરંપરા સામેના વિપ્લવરૂપે કામ કરતાં હોય છે. આંદોલન એ સંપ્રદાયોમાંથી જ આવેલું, પણ અમુક સમયગાળા માટે અમુક દેશોના સાહિત્ય પર વર્ચસ્વ ધરાવતું પરિબળ છે. જેમકે પરાવાસ્તવવાદ, ભવિષ્યવાદ.
ચં.ટો.