ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સૌષ્ઠવપ્રિય

From Ekatra Wiki
Revision as of 10:59, 9 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સૌષ્ઠવપ્રિય/સંયમી/સ્વસ્થ/રૂપપ્રધાન(Classical) : દરેક ક્ષેત્રમાં મનુષ્યની બે વૃત્તિઓ પ્રગટ થઈ છે : સંરક્ષક અને ઉચ્છેદક. સાહિત્યક્ષેત્રમાં પણ સંરક્ષકવૃત્તિ દ્વારા સર્જક પરંપરાને ઉલ્લંઘ્યા વગર અને નિયમોને તોડ્યા વગર કૃતિઓ રચે છે. સ્વસ્થતા, સ્વયંપર્યાપ્તતા, નિયમબદ્ધતા, વિશેષ તરફનો નહીં પણ સામાન્ય તરફનો ‘પક્ષપાત’ અને આદર્શીકરણ આ વૃત્તિનાં મુખ્ય લક્ષણો છે. ચં.ટો.