કાવ્ય-આચમન શ્રેણી – રાજેન્દ્ર શાહ/૧૦. સંગમાં રાજી રાજી

From Ekatra Wiki
Revision as of 08:02, 13 December 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૦. સંગમાં રાજી રાજી| }} <poem> સંગમાં રાજી રાજી આપણ એકબીજાના સં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૦. સંગમાં રાજી રાજી

સંગમાં રાજી રાજી
આપણ
એકબીજાના સંગમાં રાજી રાજી;
બોલવા ટાણે હોઠ ખૂલે નહિ,
નૅણ તો રહે લાજી.
લેવાને જાય, ત્યાં જીવન
આખુંય તે ઠલવાય!
દેવાને જાય, છલોછલ
ભરિયું શું છલકાય!
એવા એ
આપલેને અવસરિયે પાગલ
કોણ ર્‌હે કહે પાજી?
વીતેલી વેળની કોઈ
આવતી ઘેરી યાદ,
ભાવિનાં સોણલાંનોયે
રણકે ઓરો સાદ;
આષાઢી
આભનાં વાદળ વીજ શાં વારિ
ઝરતાં રે જાય ગાજી!
(સંકલિત કવિતા, પૃ. ૭૧-૭૨)