કાવ્ય-આચમન શ્રેણી – રાજેન્દ્ર શાહ/૨૭. મહુવર

From Ekatra Wiki
Revision as of 08:57, 13 December 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૭. મહુવર|}} <poem> મહુવર વાગે રે અંકાશમાં, એ જી પાતાળ નાગણ જાગે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૨૭. મહુવર

મહુવર વાગે રે અંકાશમાં,
એ જી પાતાળ નાગણ જાગે રે;
મહુવર વાગે રે અંકાશમાં.
ઊછળી ઊછળીને ઓરી આવતી
રેલી વખનાં વહેણ;
આગ રે એવી કે ગજવેલ ગાળતી,
હસતું રહે રે કરેણ.
એની આઠ રે દુહિતા દેતી દાનમાં
જેનાં રૂપનો ન પાર,
એકથી એક અદકી ગુમાનમાં
મનીહા પૂરતી હજાર.
નવલો સંસાર તે નહિ માંડીએ,
ભરમની ગૂંથીએ ન જાળ;
ઝાઝેરી દીવાલે દેહ ન બાંધીએ,
રહીએ નહિ અંતરાળ.
બોલે રે મૌવર, નાગણ ડોલતી,
તેજ મસ તેજ તે રેલાય;
અમરતનું અખેભાણ્ડ ખોલતી,
સમદર સુખનો લ્હેરાય.
(સંકલિત કવિતા, પૃ. ૨૪૬)