કાવ્ય-આચમન શ્રેણી – રાજેન્દ્ર શાહ/૫૦. ચડીએ મલય મેરુ
Revision as of 07:26, 15 December 2021 by MeghaBhavsar (talk | contribs)
૫૦. ચડીએ મલય મેરુ
ભવના મ્હારા ભેરુ
હાલો ચડીએ મલય મેરુ.
પર્ણ-મધુર મર્મરે જો
દૂરની હવા આવતી
ને બોલાવતી,
કૂણે કર કેવી રે ખેંચતી એની લ્હેરું!
હાલો ચડીએ મલય મેરુ.
પ્રાણમહીં આવે શો આવે!
તાલમાં રહી ચાલીએ
ભેળાં મ્હાલીએ,
સાથે ઊડતો આવે મારનોયે ગેરુ.
હાલો ચડીએ મલય મેરુ.
અરવ કે અઙ્કાશને–
નહીં સીમ, નહીં વા સમય–,
રહી અભય
આપણ છન્દે રઙ્ગે કીજિયે રે અદકેરું.
હાલો ચડીએ મલય મેરુ.
(હા... હું સાક્ષી છું, ૨૦૦૩, પૃ. ૫૫)