કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી/૪૨. એક ઝાડ

From Ekatra Wiki
Revision as of 08:55, 15 December 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૨. એક ઝાડ| કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી}} <poem> મારા બારણા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૪૨. એક ઝાડ

કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી


મારા બારણા સામે એક ઝાડ સુકાઈ રહ્યું છે.
હું ચિત્રકાર નથી તેનો અફસોસ મને આટલો કદી ન હતો.
નર્યું રેખાઓનું માળખું છે એ.

એને ચરણે ઊભીને એને જોઉં છું.
પીધુંલીધુંદીધું એ ખંખેરીને ઊભું ન હો.

અટારીએથી રાત્રિઓના આછાઘેરા ઉજાસમાં ઝાંખી લઉં છું
વ્યક્તિત્વની ભિન્ન ભિન્ન અદાઓ એની:
મૌન ગૌરવ, બરછટ શુષ્કતા, મમતા આ ધરતીની...

શાખાબાહુઓ વચ્ચે એણે છાતી સરસું ઝાલી રાખ્યું છે જાણે
મૃત્યુફળ.

અમદાવાદ, ૯-૮-૧૯૭૧
(સમગ્ર કવિતા, પૃ. ૭૩૧)