છેલ્લું પ્રયાણ/૨. એ પ્રાણ હજુ મર્યો નથી
Revision as of 06:20, 4 January 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨. એ પ્રાણ હજુ મર્યો નથી|}} <poem> <center>૧</center> ગીત મેં ગાગરમાં ભરી રા...")
૨. એ પ્રાણ હજુ મર્યો નથી
ગીત મેં ગાગરમાં ભરી રાખ્યાં છે;
ઈચ્છું ત્યારે ઢાંકણુ ઉઘાડી નાખું,
એટલે ગીતોની ધાર થાય.
ધરતીની ધૂળમાંથી ય
ગીતો હું બનાવી શકું છું.
એક પૂરું થયું નો'ય
ત્યાં તો બીજું હાજર!
ગાનારાંને માટે
ચોખી ને અજવાળી રાત રૂડી:
પણ સજણાને કાજે તો સારેરી
અંધારપછેડે ઢાંકેલી રાત.
આ મોં તારું તું શા વડે ધૂએ છે અલિ!
તે તાજું ને તાજુ જ દિસે છે?
હું તો ધોઉં છું ચોખે જળે,
બાકીનું બધું ભગવાન કરે છે.
તને મેં ફૂલ સમી કહી,
સરખામણી સાચીસ્તો :
કારણ તારા પર બધા યે મોહે,
તને મોહ કોઈ પર નહિ.
હટ! રસ્તે પડ પાગલી!
તું તો છે દેરાંની ટકોરી જેવી:
જે આવે તે વગાડે.