બે દેશ દીપક/સાલવારી

From Ekatra Wiki
Revision as of 05:18, 12 January 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સાલવારી|}} {{Poem2Open}} ૧૮૬૫ : જન્મ, પિતા રાધાકિસન, જાતે અગ્રવાલ જૈ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
સાલવારી

૧૮૬૫ : જન્મ, પિતા રાધાકિસન, જાતે અગ્રવાલ જૈન વણિક, વતન જગરાન, જિલ્લો લુધિયાના, પંજાબ. અભ્યાસ : હાઈકૉર્ટ પ્લીડર. વ્યવસાય વકીલાતનો. ૧૮૮૬ : લાહોરમાં દયાનંદ એંગ્લો વેદિક કોલેજનું પાદરોપણ. ૧૮૮૮ : હિન્દી મહાસભામાં ભાગ લેવાની શરૂઆત. સર સૈયદ અહમદ પર સુવિખ્યાત પત્ર લખ્યો. ૧૮૯૭-૯૮-૯૯ના દુષ્કાળોમાં સંકટનિવારણની પ્રવૃત્તિ. ૧૯૦૫ : મહાસભા તરફથી વિલાયતમાં પ્રચારકાર્ય માટે મોકલાતા પ્રતિનિધિમંડળમાં શ્રી. ગોખલેની સાથે પસંદગી પામ્યા. યુરોપને પ્રવાસે. અમેરિકાની શિક્ષણ-સંસ્થાઓનું તલસ્પર્શી નિરીક્ષણ. ૧૯૦૭ : હદપારી અને માંડલેના કિલ્લામાં ગિરફતારી. દસ મહિને મુક્તિ, સાત વર્ષ સુધી અથાક દેશસેવા. ૧૯૧૪ : અમેરિકાને પ્રવાસે : મહાયુદ્ધનો આરંભ : દેશમાં પાછા આવવા માટે પરવાનો ન મળ્યો. અમેરિકામાં લોકમત જાગૃત કરવા માટે જુમ્બેશ : ‘યંગ ઈન્ડીઆ' પત્ર, દસ લાખ પત્રિકાઓ, ‘ઈન્ડિઅન બ્યુરૉ' નામની સંસ્થાની સ્થાપના, પ્રવાસો, વ્યાખ્યાનો. ૧૯૧૯: હિન્દમાં પુન:પ્રવેશ : કલકત્તાની ખાસ મહાસભાનું પ્રમુખસ્થાન. ૧૯૨૧ : અસહકારના આંદોલનમાં આગેવાની : સભાબંધીના સરકારી હુકમ વિરૂદ્ધ પંજાબ મહાસભાસમિતિની બેઠક બોલાવી : પ્રમુખ તરીકે પોતે પકડાયા. બે વર્ષની સજા. ૧૯૨૨ : હિન્દુ મહાસભાની જુમ્બેશ. વડી ધારાસભામાં પ્રથમ સ્વરાજ પક્ષે પ્રવેશ અને પછી મોતીલાલજીની સાથે કાર્ય પદ્ધતિ પરત્વે ઝધડો, ‘સ્વતંત્ર પક્ષ' તરફથી ધારાસભામાં પ્રવેશ. પ્રજાહિતના વિરોધી સરકારપક્ષ સાથે અવિરત સંગ્રામ, હિન્દ લોકસેવક સમાજની સ્થાપના. ૧૯૨૮ : નવેમ્બર : ૧૭. સાઈમન કમીશનની સામે કાળા વાવટાનું સરધસ કાઢતાં, લાહોરી પોલીસ અમલદારના લાઠી પ્રહારથી પડેલા જખ્મો અને તેને પરિણામે માંદગીથી થયેલું મનાતું મૃત્યુ.