કંકાવટી/ચાંદરડાની પૂજા

From Ekatra Wiki
Revision as of 05:56, 22 January 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ચાંદરડાની પૂજા|}} {{Poem2Open}} [નાની નાની કન્યાઓ સાંજ સમયે તારાને...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ચાંદરડાની પૂજા

[નાની નાની કન્યાઓ સાંજ સમયે તારાને ઊગતો નિહાળતાંની વાર જ બોલી ઊઠે -] “એલી એય! જો ચાંદરડું ઊગ્યું!” એટલું કહી, હાથની ખોટી ખોટી કંકાવટી કરી, તારાની સામે કલ્પિતકંકુના કલ્પિત છાંટા ઉરાડવા માડે અને બોલવા લાગે:

પે’લું ચાંદરડું મેં પૂજ્યું
પછી મારા વીરે પૂજ્યું
આભલું ડાભલું
કૂરડીમાં સાકર
ભાઈબાપ ઠાકર
દરિયામાં દીવો
ભાઈબાપ જીવો.
આભલા ડાભલા, સૂડી વચ્ચે સોપારી,
સોનાના બે ગાભલા, મારો ભાઈ વેપારી.

[પછી કલ્પિત કંકુ ચોખા ઉડાડી, હાથ નાંખીને અંતરિક્ષમાં દુખણાં લઈ -]

ધાન ખાઉં ધૂડ ખાઉં
મારા ભાઈ ઉપરથી ઘોળી જાઉં!
 
૨. ચાંદરડાની પૂજા કંકાવટી
આંબરડું ફોફરડું
ઝવેરચંદ મેઘાણી ૪. અહલીપહલી