યુગવંદના/ભર ભર છાંટું અંજલિ

From Ekatra Wiki
Revision as of 09:14, 27 January 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ભર ભર છાંટું અંજલિ|}} <poem> <center>[ચારણી ડિંગળ ઢાળ]</center> ફૂલ ખર્યાં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ભર ભર છાંટું અંજલિ
[ચારણી ડિંગળ ઢાળ]

ફૂલ ખર્યાં ફોરમ રહી, રહ્યા ગીત-ઝણકાર,
હરિયાળી ધરતી કરી હાલ્યા મેઘ-મલાર;
તૂટ્યા તંબૂર-તાર,
ભણકારા ભવ ભવ રિયા.
ભવ ભવ ગોત્યે ભટકતાં ન જડે જોડીદાર,
જિનકી હેડી હલ ગઈ, તાકા બૂરા હવાલ,
બસૂરાં ને બેતાલ,
હેડી વિણ ગાયન હુઆં.
ભાઈ મરે ભવ હારિયેં, બેન મરે દશ્ય જાત,
માવીતર મરતે ઊના, ચોદશના વા વાય;
(પણ) સબ દુ:ખ ભેળાં થાય,
હેડી! એક તમે મૂવે.
સજન! તમારી ખાક પર ઝાઝા હજો જુહાર,
ભર ભર છાંટું અંજલિ, બખતરિયા જોધાર!
તેં દઈ દઈ પડકાર,
ભાગી ફોજું ભેડવી.
૧૯૪૦