યુગવંદના/ખુદા આબાદ રાખે!
Revision as of 06:30, 28 January 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ખુદા આબાદ રાખે!|}} <poem> સુણો, એ કોણ ત્યાં બોલે? – ‘ખુદા આબાદ રાખ...")
ખુદા આબાદ રાખે!
સુણો, એ કોણ ત્યાં બોલે? –
‘ખુદા આબાદ રાખે!’
મુસલ્માં માત સૌ બોલે:
‘ખુદા આબાદ રાખે!’
‘ખુદા આબાદ રાખે – મુલ્કને આઝાદ થાવા,
‘ખુદા આબાદ રાખે – જાગૃતિની બેત ગાવા.
‘જગતના સાંઈ છો, જીવો!
ખુદા આબાદ રાખે!
‘અમો મિસ્કિન-ઘરે દીવો
ખુદા આબાદ રાખે!’
ખુદા આબાદ રાખે એ દુવા દેનારીઓને!
અને આબાદ રાખે વીરની જણનારીઓને!
૧૯૪૩