બાપુનાં પારણાં/ખુદા આબાદ રાખે!
Revision as of 10:29, 28 January 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ખુદા આબાદ રાખે!| }} <poem> સૂણો એ કોણ ત્યાં બોલે?– 'ખુદા આબાદ રાખે!...")
ખુદા આબાદ રાખે!
સૂણો એ કોણ ત્યાં બોલે?–
'ખુદા આબાદ રાખે! '
મુસલ્માં માત સૌ બોલે,
'ખુદા આબાદ રાખે!'
'ખુદા આબાદ રાખે-મુલ્કને આઝાદ થાવા, પ
'ખુદા આબાદ રાખે-જાગૃતિની બેત ગાવા.
‘જગતના સાંઈ છો, જીવો!
ખુદા આબાદ રાખે!
'અમો મિસ્કિન-ઘરે દીવો
ખુદા આબાદ રાખે!' ૧૦
ખુદા આબાદ રાખે એ દુવા દેનારીઓને!
અને આબાદ રાખે વીરની જણનારીઓને!