બાપુનાં પારણાં/'૪૩ નાં પારણાં
Revision as of 10:32, 28 January 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|'૪૩ નાં પારણાં|}} <poem> <center>રાજન</center> પારણીઆં પિરસાવો હરનાં સતની...")
'૪૩ નાં પારણાં
પારણીઆં પિરસાવો હરનાં
સતની આજે પર્વણી હો જી.
પારણિયાંમાં લાવ્યા સૂરજ
કેસર કેરા ખૂમચા હો જી,
પીરસ્યા પીરસ્યા પ્રભુજીના પવને સંદેશ,
આયુષની પૂરાતું બાપુ!
પ્હોંચી મારે ચોપડે હો જી.'
'માગી લેશું ભીડ પડ્યે ભગવાન!' ૫
વળતા તે કાગળિયા બાપુ
મોં મલકાવી મોકલે હો જી.
પારણિયાંમાં પીરસો જગની
માતાઓનાં દૂધેડાં હો જી.
જગ-બાળકના પીરસો મોહન મલકાટ,
કોડ્યું જનનાં મનની પીરસો
પલપલ લીલી પ્રાર્થના હો જી
એ પીરસણાં ઘૂંટીને દેજો બાને હાથ, ૧૦
હળવા હળવા પીજો બાપુ!
જોજો આવે હેડકી હો જી.
પારણિયાંમાં એ કુણ બેઠું
ઓઢી કાળા ધૂમટા હો જી!
'ઓરાં! ઓરાં!' કહીને બોલાવ્યાં પોતા પાસ,
માથે કર મેલીને બાપુ
પૂછે કશળાં કાળનાં હો જી.
ભુજ લંબાવી કીધા છે ખુબ જુહાર, ૧૫
ઘૂંઘટડા ખોલીને બાપુ
મૃત્યુ લ્યે છે મીઠડાં હો જી.