બાપુનાં પારણાં/ખમા! ખમા! લખ વાર

From Ekatra Wiki
Revision as of 10:51, 28 January 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ખમા! ખમા! લખ વાર|}} <poem> <center>(ગાંધીજીનાં અગણોતેરમા જન્મદિને ત્ર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ખમા! ખમા! લખ વાર
(ગાંધીજીનાં અગણોતેરમા જન્મદિને ત્રણ પંક્તિના દુહા)


બીજાને બકરાં કરી, આપ બને ગોવાળ,
બીજાં સબ કંગાલ ને પોતે પાલનહાર;
લ્યાનત હજો હજાર, એહવા આગેવાનને.

બીજાંને બથમાં લઈ, થાપા થાબડનાર,
પોતાનાં વડિયા કરે કદમે રમતાં બાળ;
ખમા ખમા લખવાર એહવા આગેવાનને.
સિંહણ-બાળ ભૂલી ગયાં, ખુદ જનનીની કૂખ,
આતમ-ભાનની આરસી ધરી એની સનમુખ;
મુગતિ કેરી ભૂખ, જગવણહાર ઘણું જીવો!

પા પા પગ જે માંડતાં, તેને પ્‍હાડ–ચડાવ ૧૦
તસુ તસુ શીખવનારના ઝાઝેરા જશ ગાવ;
રાતા રંગ ચડાવ, એહવા આગેવાનને.

'બમણા વધજો બેટડા! (અને) શિષ્ય સવાયા થાય!'
એ તો કહેણી રહ ગઈ, રહેણી કિહાં કળાય?
પ્યાલા ભરભર પાય (એવો) મૂર્શદતો એકજ દીઠો. ૧૫

પગલે પગલે પારખાં, દમ, દમ અણઈતબાર,
શાપો ગાળો અપજશો ભરિયા પોંખણ–ચાળ;
કૂડાં કાળાં આળ, ખમનારા! ઝાઝી ખમા.

બાબા! જીત અજીત સબ, તેં ધરિયાં ધણી–દ્વાર,
મરકલડે મુખ રંગિયાં, દિલ રંગ્યાં રુધિરાળ;
દિયે ભરી વરાળ, હસનારા! ઝાઝી ખમા.​