વેણીનાં ફૂલ/વાદળમાં વસનાર
Revision as of 11:37, 29 January 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વાદળમાં વસનાર|}} <poem> પેલાં વાદળમાં વસનાર, માડી! મને બાળ બોલા...")
વાદળમાં વસનાર
પેલાં વાદળમાં વસનાર, માડી! મને બાળ બોલાવે
એનાં હૈયાં તે કેવાં હેતાળ! માડી મને રમવા બોલાવે
આઘાં ઉભાં કરે વાતડી
અમે રમત જ રમતાં!
વ્હાણું વાયે વે'લાં નીસર્યાં!
ને રાતે પાછાં વળતાં.
સોનાના ખેલ સવારમાં
ખેલ્યાં સૂરજ સંગે
રાતે રમાડશે ચંદ્રમા
રૂડે રૂપેરી રંગે.
શી રીતે આવું એ દેશમાં
મને કોણ ત્યાં તેડે?
આવજે દોસ્ત તું એકલો