હાલરડાં/વીર! સૂઈ જા
Revision as of 06:32, 4 March 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વીર! સૂઈ જા|}} {{Poem2Open}} સૂઈ જા રે સૂઈ જા! કોડીલા કુંવર સૂઈ જા! લાડ...")
વીર! સૂઈ જા
સૂઈ જા રે સૂઈ જા! કોડીલા કુંવર સૂઈ જા! લાડકડા વીર સૂઈ જા!
તું રોઈશ તો તારી માતાજી મૂંઝાશે વીર! સૂઈ જા! - કોડીલા૦
તું રોઈશ તો તારા દાદાજી દુખાશે વીર! સૂઈ જા! – કોડીલા૦
તું રોઈશ તો તારા કાકાજી કચવાશે વીર! સૂઈ જા! – કોડીલા૦
તું રોઈશ તો તારી ફૈબા ફાળે જાશે વીર! સૂઈ જા! – કોડીલા૦
તને રામજી રમાડે, તને લક્ષ્મણજી લડાવે વીર! સૂઈ જા! - કોડીલા૦
તને સીતાજી સુવરાવે, તને જશોદાજી ઝુલાવે વીર! સૂઈ જા! – કોડીલા૦