અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દલપતરામ/એક ભોળો ભાભો
Revision as of 01:27, 18 June 2021 by Jayprakash12345 (talk | contribs) (Jayprakash12345 moved page એક ભોળો ભાભો to અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/એક ભોળો ભાભો without leaving a redirect)
(મનહર છંદ)
એક ભોળો ભાભો મોટા ખેતરમાં માળે ચઢી,
હરણને હાંકે અને પક્ષીને ઉડાવે છે;
જંગલી જનાવરોને બહુ બીવરાવવાને;
થીર રહી પોતે એક થાળી લૈ બજાવે છે;
એવે સમે ઊંટ આવી ખેતરમાં ખાવા લાગ્યો;
ભોળો ભાભો થાળી ઠોકી તેને બીવરાવે છે;
ત્યારે બોલ્યો ઊંટ મારે માથે તો ત્રંબાળુ ગાજે;
ઠાલો થાળી ઠોકે તે લેખામાં કોણ લાવે છે. ૧