યજ્ઞેશ દવેનાં કાવ્યો/સંપાદકીય

From Ekatra Wiki
Revision as of 11:02, 16 March 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| સંપાદક-પરિચય }} {{Poem2Open}} શ્રી સંજુ વાળા આપણી ભાષાના જાણીતા કવ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સંપાદક-પરિચય

શ્રી સંજુ વાળા આપણી ભાષાના જાણીતા કવિ, વિવેચક અને સંપાદક છે. તેમનો જન્મ ૧૧મી જુલાઈ ૧૯૬૦ના સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામે થયો. પ્રાથમિક અભ્યાસ બાદ સેકન્ડરી અભ્યાસ તેમણે સાવરકુંડલા અને અન્ડર ગ્રેજ્યુએશન અમરેલી બાદ સરકારશ્રી રેવન્યુ ડિપાર્ટમેન્ટમાંથી મામલતદાર તરીકે નિવૃત્ત થઈ હાલ તેઓ રાજકોટ મુકામે રહે છે. પ્રકાશનો : (૧) કંઈક/ કશુંક/ અથવા તો... (ગીત/ગઝલ સંગ્રહ), ૧૯૯૦ (૨) કિલ્લેબંધી (દીર્ઘ, છાંદસ, અછાંદસ કાવ્યસંગ્રહ), ૨૦૦૦ (૩) રાગાધીનમ્ (આગવી કવિમુદ્રા ધરાવતી ગીતકવિતા), ૨૦૦૭ બી.આ. ૨૦૨૦ (૪) કવિતા નામે સંજીવની (ગઝલ કાવ્યપ્રકારની કવિતા), ૨૦૧૪ (૫) સંજુ વાળાની ચૂંટેલી કવિતા (ઉક્ત સંગ્રહોમાંથી કવિશ્રીએ ચૂંટેલી કવિતા), ૨૦૨૦ અન્ય કેટલાંક કાવ્ય-સંપાદનો (૧) અતિક્રમી તે ગઝલ (કાવ્યો-સહસંપાદન), ૧૯૯૦ (૨) કિંશુકલય (કવ્યો-સહસંપાદન), ૧૯૯૪ (૩) કવિતાચયન-૨૦૦૭ (૨૦૦૭ની ગુજરાતી કવિતાનું સંપાદન), ૨૦૦૯ (૪) ઘર સામે સરોવર (કવિશ્રી શ્યામ સાધુની સમગ્ર કવિતા), ૨૦૦૯ પુનર્મુદ્રણ- ૨૦૧૯ (૫) યાદનો રાજ્યાભિષેક (શ્રી ‘શૂન્ય’ પાલનપુરીની ઉત્તમ ગઝલોનું સંપાદન), ૨૦૦૯ (૬) મન પાંચમના મેળામાં (કવિશ્રી રમેશ પારેખની સમગ્ર કવિતા), ૨૦૧૩ પારિતોષિક-ઇનામ-ઍવોર્ડ ૧) જયંત પાઠક કવિતા પુરસ્કાર (કંઈક/કશુંક/અથવા તો... માટે), ૧૯૯૦ ૨) શયદા ઍવોર્ડ –(આઈ.એન.ટી. મુંબઈ), ૧૯૯૯ ૩) નાનાલાલ/ રા. વિ. પાઠક પારિતોષિક (ગુ. સા. પરિષદ), ૨૦૦૩ ૪) કવિતા (દ્વિમાસિક) શ્રેષ્ઠ કવિતા ઍવોર્ડ, ૧૯૯૮ ૫) ડૉ. ભાનુપ્રસાદ પંડ્યા ઍવોર્ડ (ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા ‘રાગાધીનમ્’ માટે), ૨૦૦૯ ૬) દર્શક સાહિત્યસન્માન (શ્રીવિદ્યાગુરુ સાંસ્કૃતિક પ્રતિષ્ઠાન દ્વારા), ૨૦૧૪ ૭) કવિશ્રી રમેશ પારેખ સન્માન (અસ્મિતા ફાઉન્ડેશન રાજકોટ દ્વારા), ૨૦૧૪ ૮) હરીન્દ્ર દવે સ્મૃતિપારિતોષિક (હરીન્દ્ર દવે મેમોરિયલ ટ્રસ્ટ - મુંબઈ), ૨૦૧૪ ૯) કલારત્ન સન્માન (ગુજરાત કળાપ્રતિષ્ઠાન- સુરત), ૨૦૧૬ ૧૦) સાહિત્યરત્ન સન્માન (સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ટ્રસ્ટ), ૨૦૧૯ ૧૧) નવનીત સમર્પણ સન્માન (નવનીત-સમર્પણ દ્વારા શ્રેષ્ઠ કવિતા માટે.), ૨૦૧૫ આ ઉપરાંત સાહિત્યસર્જન માટે અનેક માન-સન્માન–પારિતોષિક અન્ય : ૧) આકાશવાણી તથા દૂરદર્શન તેમજ દેશ-વિદેશમાં અનેક કવિ સંમેલન/કાવ્યપાઠ ૨) ધોરણ ૧૨ના અભ્યાસક્રમમાં એક ગીત : ‘હજુ’ સરનામુંઃ એ-૭૭ આલાપ એવન્યુ, યુનિવર્સિટી રોડ, રાજકોટ - ૩૬૦૦૦૫ મો. : ૯૮૨૫૫ ૫૨૭૮૧ ઈ મેઇલ : sanjoo.vala@gmail.com



યજ્ઞેશ દવેની કવિતાઃ કલ્પનકેન્દ્રી વ્યાપક નિરીક્ષા...

સંજુ વાળા