સોરઠી બહારવટીયા - 2/ગીત સાવજડું

From Ekatra Wiki
Revision as of 10:50, 14 April 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ગીત સાવજડું|}} <poem> બળ કરી અતગ હાલીયો બોંશે લાવું પવંગ જાણે ખ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ગીત સાવજડું

બળ કરી અતગ હાલીયો બોંશે
લાવું પવંગ જાણે ખુમાણું ના લોંચે
ખુમાણે દીધાં ભાલાં તરીંગમાં ખોંચે
ભોંયરા લગ આવીયો ભુંશે!

[અતિ મોટું સૈન્ય લઈને શેલો ખાચર ચડ્યો : 'મનમાં હતું કે જાણે જોગીદાસ ખુમાણનાં ઘોડાં ઝુંટવી લાવીએ. ત્યાં તો ઉલટાં, પોતાના ઘોડાંના તરીંગમાં જ ખુમાણોનાં ભાલાં ભોંકાયાં, એવાં ભાલાં ભોંકાયાં કે શેલો ખાચર ભોંયરગઢ સુધી ભાગતો આવ્યો.] જેસી તે હૈયે નો જાણ્યો અંગ એંકાર અધિકો આણ્યો આગળ ખુમા તણો હતો અલેણો (ત્યાં) માથે આવિયો દુસરો મેણો! [હૃદયમાં કાંઈ વિચાર ન કર્યો. અંગમાં વધુ પડતો અહંકાર આણ્યો. અગાઉ ખુમાણો સાથે અલેણું તો હતું જ, ત્યાં વળી આ બીજું મેણું માથા પર આવ્યું.] ખાચર ખેાટ દૂસરી ખાયો ઝાળે ખુમો ભાણ જગાયો કૂડું શેલા કામ કમાયો ગરમાં જઈને લાજ ગુમાયો! [હે શેલા ખાચર! તે બીજી વાર ખેાટ ખાધી. તેં ઝાડીમાં જઈને ભાણ ખુમાણ સમા સિંહને જગાડ્યો. તે બહુ બુરૂં કામ કર્યું . ગિરમાં જઈને તેં લાજ ગુમાવી.] ધરપત થીયો સબે ધુડધાણી રાખી મેલ્યા ડોડ રામાણી માર્યા ફરતા ડોડ મોકાણી ઠરડ કાઢ્યો ભાલે ઠેબાણી! [હે ધરપતિ! તારૂં સર્વસ્વ ઘૂળધાણી થઈ ગયું. તારા ડોડાણી, મોકાણી અને ઠેબાણીઓને બહારવટીયાઓએ બહુ માર્યા.] આલણહરો કહું અલબેલો ખેલ જઈને બીજે ખેલો! ઝાટકીયો દસ ઘોડે ઝીલો છો વીસુંથી ભાગ્યો, શેલો! [આલા ખુમાણનો પૈાત્ર ભાણ જોગીદાસ તો અલબેલો છે: માટે હે ખાચરો! તમે બીજે કયાંઈક જઈને રમત રમો! દસ જ ઘોડે ભાણ જોગીદાસે ઝપાટો માર્યો, ત્યાં તો છ વીસુ (એકસો વીસ) ઘોડા સાથે શેલો ખાચર ભાગી નીકળ્યો.] “લ્યો બાપ! આ ગીત!” ગીત પૂરૂં થયું. શેલા ખાચરે આંખો લાલ કરી ગાંગાને કહ્યું “બારોટ! હવે જસદણમાં રે' તો ગા' ખા!” “ધુડ પડી મારા રહેવામાં!" કહીને ગાંગો ચાલી નીકળ્યો.