ઋણાનુબંધ/રૂપાંતર

From Ekatra Wiki
Revision as of 17:08, 18 April 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|રૂપાંતર|}} <poem> શિયાળાની એક ખરબચડી સવારે ઠરી જતી આંગળીઓથી પો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
રૂપાંતર


શિયાળાની એક ખરબચડી સવારે
ઠરી જતી આંગળીઓથી
પોચા પોચા રૂ જેવા
તાજા જ પડેલા સ્નોમાં
મેં તારું નામ લખ્યું તો ખરું
પણ પછી લુચ્ચો, અદેખો વરસાદ
એને વહી ગયો.

ઘરમાં ઊભી ઘડીભર હું ઉદાસ…

પણ તું માનીશ?
આજે
સુંવાળી વાસંતી સવારે
એ જ જગ્યાએ
લચી પડતાં ડેફોડિલ ઊગી નીકળ્યાં છે.
હવે મારે તારું નામ લખવાની શી જરૂર?