અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ/શ્લોક
Revision as of 06:33, 19 April 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|શ્લોક|}} {{Poem2Open}} મહાદેવભાઈનો વિચાર કરતાં મને હમેશાં આ શ્લોક સ...")
શ્લોક
મહાદેવભાઈનો વિચાર કરતાં
મને હમેશાં આ શ્લોક સાંભરે છે:
वदनं प्रसादसदनम्
सदयं हृदयं सुधामुचोवाचः
करणं परोपकरणम्
येपां केपां न ते वंद्यः?
— વિનોબા
સદાય હસતું મુખડું
સદય હૃદય છે સુધાભરી વાચા
પરોપકારી કાર્યો
જેનાં તેને કોણ નહીં વંદે?
— વિનોબા
માત્ર પિતાના શરીરનો અંશ મળવાથી જ પુત્ર પુત્ર નથી બનતો. એ પુત્ર તો ત્યારે બને છે જ્યારે શરીર સાથે પિતાના સદ્વિચારોને પૂરેપૂરા ગ્રહણ કરે. શરીરનો અંશ ન મળે અને જો સદ્વિચાર જ ગ્રહણ થાય તોપણ તેને પુત્રની યોગ્યતા પ્રાપ્ત થાય છે. મહાદેવભાઈ બાપુના એ જ અર્થમાં પુત્ર હતા.
લક્ષ્મણ વિના રામનું કામ થાત જ નહીં. એ સમજીને જ રામ લક્ષ્મણને પોતાની સાથે લઈ ગયા હતા. તુલસીદાસે લખ્યું છે: ‘રામના યશના ઝંડા સારુ લક્ષ્મણ દંડ સમાન બન્યા.’ મહાદેવભાઈની એવી યોગ્યતા હતી એમ કહી શકાય.
— વિનોબા