ઋણાનુબંધ/પાંદડી વાયરાને વળગી

Revision as of 10:01, 19 April 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પાંદડી વાયરાને વળગી|}} <poem> પાંદડી વાયરાને વળગી શું કામ? ડાળ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
પાંદડી વાયરાને વળગી


પાંદડી વાયરાને વળગી શું કામ?
ડાળ ઉપર ઝૂલતી’તી
ડાળ ઉપર ખૂલતી’તી,
આમ એકાએક ડાળીથી અળગી શું કામ?

વાયરો રોક્યો રોકાતો નથી કોઈથી,
પાંદડી શાને આ વાયરા પર મોહી’તી?
હવે આંખડી આંસુમાં ઢળતી શું કામ?
પાંદડી વાયરાને વળગી શું કામ?

હવે મોસમમાં મ્હાલવાનો અવસર નથી.
પાંદડી પર વાસંતી અક્ષર નથી,
હવે ભવના જંગલમાં ભટકતી શું કામ?
પાંદડી વાયરાને વળગી શું કામ?
આમ એકાએક વાયરાથી સળગી શું કામ?