ઋણાનુબંધ/પ્રિસ્ક્રીપ્શન

From Ekatra Wiki
Revision as of 10:17, 19 April 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પ્રિસ્ક્રીપ્શન|}} <poem> સ્મશાન અને કબ્રસ્તાન બન્નેની વચ્ચે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
પ્રિસ્ક્રીપ્શન


સ્મશાન અને કબ્રસ્તાન
બન્નેની વચ્ચે રહીને
નવા જન્મેલા બાળકનું રુદન સાંભળવાની
તમારી તૈયારી છે?—

આથમતી સાંજનો તડકો
અને
આવતી રાતનો અંધકાર
આ બન્ને વચ્ચે રહીને
સૂર્ય અને ચંદ્રને
એકીસાથે
આલિંગન આપવાની તમારી તૈયારી છે?—

ઉનાળો વીત્યો નથી
અને
ચોમાસું આવ્યું નથી
આ બન્નેની વચ્ચે ઊભા રહીને
સુકાઈને ભીંજાવાની
કે
ભીંજાઈને સુકાવાની
તમારી તૈયારી છે?—

જો આટલી જ સજ્જતા હોય
તો તમે
કદાચ
કવિતા લખી શકો.