ઋણાનુબંધ/મૃત્યુને
Revision as of 11:01, 19 April 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મૃત્યુને|}} <poem> તું મારી નૌકાના સઢમાં છિદ્ર પાડી પવન ચોરી જઈ...")
મૃત્યુને
તું
મારી નૌકાના સઢમાં
છિદ્ર પાડી
પવન ચોરી જઈશ
ને
નૌકામાં
દરિયો છલકાવી
એને ડુબાડી દઈશ
સાગરના પેટાળમાં.
પણ
મારી કવિતાની પંક્તિઓમાં
મહોરેલી વસંતને
ક્યારેય ફેરવી નહીં શકે
પાનખરમાં…