ઋણાનુબંધ/તો માનજો

From Ekatra Wiki
Revision as of 09:43, 20 April 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
તો માનજો


આ કાવ્યની ભીનાશ
જો તમને સ્પર્શે
તો માનજો
કે
લખતાં પહેલાં જ
ફૂલછોડને
પાણી પાયું હતું
અને
હાથ ભીનો થયો હતો…