ઋણાનુબંધ/અમને જળની ઝળહળ માયા

From Ekatra Wiki
Revision as of 10:33, 20 April 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
અમને જળની ઝળહળ માયા


અમને જળની ઝળહળ માયા
ધરતી ઉપર નદી સરોવર
દળવાદળની છાયા.

લીલાં લીલાં વૃક્ષ
નદીમાં ન્હાય નિરાંતે,
અકળવિકળનું ગીત લઈને
સદીઓની સંગાથે
ચકળવિકળ આ લોચન નીરખે
પળપળના પડછાયા…

વસંતનું આ ગીત લઈને
કયો ઉમળકો છલકે
સુખની ભીની સોડમ લઈને
મનમોજીલું વલખે
અલકમલકનાં રૂપઅરૂપ કંઈ
પાંપણમાં પથરાયાં…