સોરઠી સંતવાણી/આચરણની રીત
Revision as of 11:38, 26 April 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|આચરણની રીત|}} <poem> જીવ ને શિવની થઈ ગઈ એકતા ને :::: પછી કહેવું રહ...")
આચરણની રીત
જીવ ને શિવની થઈ ગઈ એકતા ને
પછી કહેવું રહ્યું નથી કાંઈ રે,
દવાદશ પીધો જેણે પ્રેમથી ને
તે સમાઈ રહ્યો સુનની માંઈ રે —
ભાઈ રે તમે હરિ હવે ભરપૂર ભાળ્યા ને
વરતો કાયમ ત્રિગુણથી પાર રે
રમો સદા એના સંગમાં ને
સુરતા લગાડો બાવન બાર રે. — જીવ ને.
ભાઈ રે મૂળ પ્રકૃતિથી પાર થઈ ગયાં ને
તૂટી ગઈ સઘળી ભ્રાંત રે
તમારું સ્વરૂપ તમે જોઈ લીધું ને
જ્યાં વરસે છે સદા સ્વાંત રે. — જીવ ને.
ભાઈ રે સદા આનંદ હરિના સ્વરૂપમાં ને
જ્યાં મટી મનની તાણાવાણ રે
ગંગાસતી એમ બોલિયાં ને
તમે પદ પામ્યા નિરવાણ રે. — જીવ ને.