ઋતુગીતો/પરદેશી પતિને

From Ekatra Wiki
Revision as of 12:30, 6 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પરદેશી પતિને|}} {{Poem2Open}} આ તો કાળુડી રે કાંઠાળ ઊપડી આ તો મોટી ર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પરદેશી પતિને

આ તો કાળુડી રે કાંઠાળ ઊપડી

આ તો મોટી રે છાંટારો મે રે સરદારાં!

મે રે ઉમરાવાં!

અંદર ધડૂકે મે આવિયો

વીજળીએ વરસાળો માંડિયો.

આ તો ભરિયાં રે નાડાં નાડકી,

આ તો ભરિયાં રે ભીમ તળાવ, સરદારાં!

તળાવ ઉમરાવાં. — અંદર.

આ તો રાણી ભટિયાણી કાગળ મોકલે

થે તો ઘરે આવો નણદીના વીર સરદારાં!

વીર ઉમરાવાં! — અંદર.

થારાં હાળીયાં માંગે રે હાળીંપો

થારાં લોક જી માંગે ખેત સરદારાં!

ખેત ઉમરાવાં. — અંદર.

મારાં હાળીયાંને દેજો હાળીપો,

મારાં લોકને ઝાઝાં ખેત સરદારાં!

ખેત ઉમરાવાં. અંદર.

થારાં ઘોડલાં રે ભીને ઘોડારમેં,

થારા હાથી રે ભીને હાથી આળ સરદારાં!

હાથીઆળ ઉમરાવાં. — અંદર.

થારાં રાણીજી ભીને ગોખમેં,

થારા કુંવર ભીને પાળણે, સરદારાં!

પાળણે ઉમરાવાં. — અંદર.

મોરાં ઘોડલાંને રે બાંધો ઘોડહારે,

મોરા હાથિયાને નાખો ઝૂલ, સરદારાં!

ઝૂલ ઉમરાવાં. — અંદર.

મારી રાણિયાંને બેસાડો ગોખમેં,

મારા કુંવરને નાખો પાળણે, સરદારાં!

પાળણે ઉમરાવાં!

અંદર ધડૂકે મે આવિયો

વીજળીએ વરસાળો માંડિયો