ચૂંદડી ભાગ 1/9.લાંબી તે લાંબી સરવરિયાની પાળ (ફુલેકા સમયે)

From Ekatra Wiki
Revision as of 05:47, 17 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|9| }} {{Poem2Open}} સરોવરની પાળેથી કૉલ આપીને ઘેર ગયેલા કુમારે પણ પિત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


9

સરોવરની પાળેથી કૉલ આપીને ઘેર ગયેલા કુમારે પણ પિતાની પાસે જઈ રઢ લીધી કે પાળેથી જડેલા એ મનોહર મોતીની સાથે જ મારો સંબંધ જોડો! અને એ સાચા મોતીના તો લાખ-બે લાખ રૂપિયા ખર્ચવા પણ વરના દાદા તૈયાર થઈ ગયા.

લાંબી તે લાંબી સરોવરિયાની પાળ
આ-હે! એ રે પાળે રે મોતી નીપજે.
મોતી તે લાગ્યું…ભાઈ વર હાથ,
આ–હે! ઘેરે રે આવીને ઝઘડો માંડિયો.
દાદા તે મોરા, મુજને પરણાવ,
આ–હે! મુજને પરણ્યાની, દાદા, હોંશ ઘણી.
ખરચું તે ખરચું લાખ — બે લાખ,
આ-હે! મોભીને પરણાવું ઘણી હોંશથી.