પરિભ્રમણ ખંડ 1/ચાંદરડાની પૂજા
Revision as of 10:40, 17 May 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ચાંદરડાની પૂજા}} {{Poem2Open}} [નાની નાની કન્યાઓ સાંજ સમયે તારાને ઊ...")
ચાંદરડાની પૂજા
[નાની નાની કન્યાઓ સાંજ સમયે તારાને ઊગતો નિહાળતાંની વાર જ બોલી ઊઠે —]
“એલી એય! જો ચાંદરડું ઊગ્યું!”
એટલું કહી, હાથની ખોટી ખોટી કંકાવટી કરી, તારાની સામે કલ્પિત કંકુના કલ્પિત છાંટા ઉરાડવા માંડે અને બોલવા લાગે :
પે’લું ચાંદરડું મેં પૂજ્યું
પછી મારા વીરે પૂજ્યું
આભલું ડાભલું
કૂરડીમાં સાકર
ભાઈબાપ ઠાકર
દરિયામાં દીવો
ભાઈબાપ જીવો.
આભલા ડાભલા, સૂડી વચ્ચે સોપારી,
સોનાના બે ગાભલા, મારો ભાઈ વેપારી.
[પછી કલ્પિત કંકુ ચોખા ઉડાડી, હાથ નાખીને અંતરિક્ષમાં દુખણાં લઈ —]
ધાન ખાઉં ધૂડ ખાઉં
મારા ભાઈ ઉપરથી ઘોળી જાઉં!