ચૂંદડી ભાગ 1/37.જૂનેગઢથી તંબોળીડો (ચાક વધાવા જતાં)

From Ekatra Wiki
Revision as of 10:59, 17 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|37|}} {{Poem2Open}} ભાઈના લગ્ન સાંભળીને તો તંબોળી પણ જૂનાગઢથી આવી પહ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


37

ભાઈના લગ્ન સાંભળીને તો તંબોળી પણ જૂનાગઢથી આવી પહોંચ્યો કેમ કે સૌરાષ્ટ્રમાં નાગરવેલ ફક્ત જૂનાગઢ તાબે ચોરવાડ ગામમાં જ થાય છે.

જૂનેગઢથી તંબોળીડો ઊતર્યો
આવી ઊતર્યો અમારલે દેશ
ધનરા લાલ તંબોળીડો!
ઓરડે ઊભાં…વહુએ ઓળખ્યો
દાસી તંબોળીને ઓરેરો2 તેડાવ્ય. — ધનરા.
દાસી લે રે ઘડો લે ઈંઢોણલી
મારી વાડીની વેલ્ય સિંચાવ. — ધનરા.
સીંચે સીંચે વાડી માયલો કેવડો!
સીંચે સીંચે ગલાલીનો છોડ. — ધનરા.