ચૂંદડી ભાગ 1/39.મારી આંખલડી ભીંજાય રે (મામેરું)

From Ekatra Wiki
Revision as of 11:06, 17 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|39|}} {{Poem2Open}} મામેરાં ભરવાની વેળા થઈ છે. વર અથવા કન્યાની માતા વા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


39

મામેરાં ભરવાની વેળા થઈ છે. વર અથવા કન્યાની માતા વાટ જોઈ રહી છે કે પોતાના પિયરથી ભાઈ ક્યારે આવશે! જાણે ભાઈ આવશે એવું પ્રેરતી ચેષ્ટાઓ શરીરમાં થાય છે 

મારી આંખલડી ભીંજાય રે મારો નખ નમે રે
મારો ફરકે છે ડાબા પગનો લાંક રે
ઘેરે કોણ સાજનિયાં આવશે રે

મારે કિયા ભાઈ આવ્યા કિયા ભાઈ આવશે રે
હું તો જોઈ રહી છું…ભાઈની વાટ રે
…ભાઈ આવ્યે રંગ રે’શે રે!