ચૂંદડી ભાગ 1/44.ઝલ રે મગિયાનો ઝલ રે સિવડાવો (પસ વેળા)

From Ekatra Wiki
Revision as of 11:24, 17 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|44.|}} {{Poem2Open}} એ લાડડીને લેવા જવા માટે શણગારની સજાવટો થવા લાગી....")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


44.

એ લાડડીને લેવા જવા માટે શણગારની સજાવટો થવા લાગી. નવાં વસ્ત્રાભૂષણો પહેરતાં મન કેવી રીતે મલકાઈ ઊઠે, અંગો કેવા મદ વડે મરડાવા લાગે, તેનો હૂબહૂ ચિતાર જોઈએ :

ઝલ રે મગિયાનો ઝલ રે સીવડાવો
ઝલ રે સીવડાવો
દોરંગી વેતરાવો.
કેડ મરડીને પે’રો રે …બાઈ
પે’રો રે …બાઈ
વીરનાં મન મોશે.
વીર …ભાઈ આની કોર જોશે!
ઓલી કોર જોશે!
લળી લળી મોઢા સામું જોશે!