ચૂંદડી ભાગ 1/63.બારે પધારો સોરંગ સુંદરી (પોંખતી વેળા)
Revision as of 06:23, 18 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|63.|}} {{Poem2Open}} આંગણે ઊભો ઊભો અલબેલો જાણે એ સુરંગી સુંદરીને બહાર...")
63.
આંગણે ઊભો ઊભો અલબેલો જાણે એ સુરંગી સુંદરીને બહાર આવવા સાદ પાડે છે, પરંતુ પોતાના લાડકાને શાણપણનું સ્મરણ કરાવતી કન્યા વડીલોની મર્યાદા લોપવાની મીઠી ના કહે છે :
બારે પધારો સોરંગ સુંદરી!
આંગણે અલબેલો ઊભા રિયા
હું કેમ આવું, શાણા હો લાડડા!
અમને અમારો દાદો દેખશે.
તમારા દાદાને રીત જ દેશું,
પછી રે મોટાને માંડવ મ્હાલશું
પછી રે ધીંગાની ધેડી પરણશું!
પછી રે કુંવારી કન્યા પરણશું!