ચૂંદડી ભાગ 1/79.વળી વળી દાદા પૂછે વાત (કન્યા વળાવતાં)

From Ekatra Wiki
Revision as of 07:33, 18 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|79|}} {{Poem2Open}} એવા પોકાર કરતી કન્યાને ઉપાડી વેલડી વેગે ચડી અને ક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


79

એવા પોકાર કરતી કન્યાને ઉપાડી વેલડી વેગે ચડી અને કન્યાના પિતાએ ઘેર જઈ જોયું તો માંડવો નિસ્તેજ લાગ્યો :

વળી વળી દાદા પૂછે વાત
આજ માંડવ કેમ અણોહરો રે
દીવડો તો હતો બેનીબાને હાથ
મેલીને ચાલ્યાં સાસરે રે