ચૂંદડી ભાગ 1/80.એક આવ્યો’તા પરદેશી પોપટો (કન્યા વળાવતાં)

From Ekatra Wiki
Revision as of 07:35, 18 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|80|}} {{Poem2Open}} પિતાના ઘરનો દીવો — ઘરનું તેજ — ચાલ્યું ગયું! જા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


80

પિતાના ઘરનો દીવો — ઘરનું તેજ — ચાલ્યું ગયું! જાણે કોઈ ધુતારો ધૂતી ગયો. પુત્રીની રમતિયાળ ઉંમર કલ્પી છે :

એક આવ્યો’તો પરદેશી પોપટો;
બેની રમતા’તાં માંડવ હેઠ : ધુતારો ધૂતી ગયો!
બેને મેલ્યાં ઢીંગલ મેલ્યાં પોતિયાં,
બેને મેલ્યાં સૈયરીઓનો સાથ : ધુતારો ધૂતી ગયો!