ચૂંદડી ભાગ 1/82.લીલુડા વાંસની વાંસળી (કન્યા વળાવતાં)
Revision as of 07:39, 18 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|82|}} {{Poem2Open}} એક પક્ષે અફસોસ, ને બીજે પક્ષે આનંદ : ઉલ્લાસભરી જાન...")
82
એક પક્ષે અફસોસ, ને બીજે પક્ષે આનંદ : ઉલ્લાસભરી જાન ગામેગામના પાદરમાંથી ચાલી જાય છે :
લીલૂડા વાંસની વાંસળી મારે જાનમાં વાગતી જાય!
ગામને પટેલીએ પૂછિયું : આ ક્યાંનો રાજા જાય?
નથી રાજા નથી રાજવીર, મારે …ભાઈ પરણીને જાય
— લીલૂડાં.
ગામની પાણિયારીએ પૂછિયું : આ ક્યાંનો રાજા જાય!
નથી રાજા નથી રાજવીર, મારે …ભાઈ પરણીને જાય
— લીલૂડા.
ગામને ગોવાળીડે પૂછિયું : આ ક્યાંનો રાજા જાય?
નથી રાજા નથી રાજવીર, મારે…ભાઈ પરણીને જાય
— લીલૂડા