ચૂંદડી ભાગ 1/83.આજ મારે ભરિયાં સરોવર છલિયાં (જાન વળતાં)

Revision as of 07:45, 18 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|83.|}} {{Poem2Open}} વરપક્ષને તો આજે આનંદનાં સરોવર છલક્યાં છે : {{Poem2Close}}...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


83.

વરપક્ષને તો આજે આનંદનાં સરોવર છલક્યાં છે :

આજ મારે ભરિયાં સરોવર છલિયાં
રે આનંદભર્યા!

આજ મારે માડીના…ભાઈ પરણ્યા
રે આનંદભર્યા!

આજ મારે પરણીને…ભાઈ પધાર્યા
રે આનંદભર્યા!

આજ અમે લાખ ખરચીને લાડી લાવ્યા
રે આનંદભર્યા!

આજ અમે લાખેણી લાડડી જીત્યા
રે આનંદભર્યા!

આજ અમે ઇડરિયો ગઢ જીત્યા
રે આનંદભર્યા!

આજ અમે જાણ્યું,…ભાઈ જૂઠા
રે આનંદભર્યા!

આજ ઈ તો બેલી પરણાવીને ઊઠ્યા
રે આનંદભર્યા!

આજે અમે…ભાઈ હસતા દીઠા
રે આનંદભર્યા!

આજ અમે…વેવાઈને રોતા દીઠા
રે આનંદભર્યા!

આજે મારે ભરિયાં સરોવર છલિયાં
રે આનંદભર્યા!