ચૂંદડી ભાગ 1/85.ત્રાંબાકુંડી છે નગર સોહામણી (જાન વળતાં)

From Ekatra Wiki
Revision as of 07:55, 18 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|85 | }} <poem> ત્રાંબાકુંડી તે નગર સોહામણી માંહે ભરિયેલ ગવરીનાં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


85

ત્રાંબાકુંડી તે નગર સોહામણી
માંહે ભરિયેલ ગવરીનાં ઘીય
સાહેબીનો આંબો મોરિયો
મારે કિયા ભાઈનાં વાજિંત્ર વાગિયાં
પેલા વેવાઈનાં પડિયાં નિશાન.          — સાહેલીનો.
મારે કિયા ભાઈને આંગણ આંબલો
મારે કિયા ભાઈને આવે શીળી છાંય.          — સાહેલીનો.
મારે કિયા ભાઈને મેડીએ દીવા બળે
પેલા વેવાઈને અંધારાં ઘોર.          — સાહેલીનો.

મારે કઈ વહુને ચીર ઉપર ચૂંદડી
કઈ વહુને રે મોતી જડ્યો મોડ.          — સાહેલીનો.

મારે કઈ વહુને કાંબી ઉપર કડલાં
કઈ વહુને ઘૂઘરીએ ઘમકાર.          — સાહેલીનો.