ચૂંદડી ભાગ 2/15.સહુથી મીઠી!

From Ekatra Wiki
Revision as of 05:20, 19 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|15.|}} [પીઠી ચોળતી વખતે ગવાય છે. કાઠી કોમ પરત્વે ‘વેપાર’નો નિર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


15.

[પીઠી ચોળતી વખતે ગવાય છે. કાઠી કોમ પરત્વે ‘વેપાર’નો નિર્દેશ છે. પૂર્વે કદાચ લોકો પશુનો વેપાર કરતા હશે.]

લીલુડો સરિયો રે
પીળુડી પીઠીનો ભરિયો.

વેપારે ચડિયો રે
વીરો મારો વેપારે ચડિયો.

વેપારે ચડિયો રે
નાની વહુને ઓરડિયે ઊતરિયો.

નાની વહુના દાદા રે
મારા વીરને ઉતારા દેજો!

ઉતારા દેજો રે
દૂધ ને સાકર પાજો!

સાકર મીઠી રે
સાકર પેં શેરડી મીઠી.

શેરડી મીઠી રે
મારા વીરની બોલછા મીઠી.

શેરડી મીઠી રે
મારે વીરે લાડડી દીઠી.