ચૂંદડી ભાગ 2/27.ડુંગર ડોલે
Revision as of 06:19, 19 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|27 |}} [વરની તલવારના પટ્ટા પર ચોડેલી પાવલીઓ રણકે છે. અથવા વેલડ...")
27
[વરની તલવારના પટ્ટા પર ચોડેલી પાવલીઓ રણકે છે. અથવા વેલડીના પૈડામાં પરોવેલી પાંદડીઓના રૂમઝૂમાટ થાય છે.]
ઘુઘરિયાળાં ઘોડાં રે જમાઈ રાણાના. — પાવલીએ.
માફાળિયું વેલ્યું મોંઘી બાઈયું. — પાવલીએ.
આંખલડી રૂડી રે જમાઈ રાણાની. — પાવલીએ.
પાસોંડલી રૂડી રે મોંઘી બાઈની. — પાવલીએ.