ચૂંદડી ભાગ 2/29.ચંપાવરણીની ચિંતા

From Ekatra Wiki
Revision as of 06:29, 19 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|29|}} <poem> વીરનો દાદો એમ જ કે’ ::: હાથીડા હલકારો, મેલો નેજા ઢળકતા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


29

વીરનો દાદો એમ જ કે’
હાથીડા હલકારો, મેલો નેજા ઢળકતા
ચંપાવરણી રજે ભરાય!

વીરની માતા એમ જ કે’
માફા હલકારો, મેલો નેજા ઢળકતા
ચંપાવરણી રજે ભરાય!

વીરનો વીરો એમ જ કે’
ઘોડીલાં હલકારો, મેલો નેજા ઢળકતા
ચંપાવરણી રજે ભરાય!

વીરની ભોજાઈ એમ જ કે’
વેલડિયું હલકારો, મેલો નેજા ઢળકતા
ચંપાવરણી રજે ભરાય!