ચૂંદડી ભાગ 2/30.હરણ

From Ekatra Wiki
Revision as of 06:33, 19 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|30.|}} [કન્યાનાં હરણ કરવામાં આવતાં તેનું આમાં સૂચન છે.] <poem> ઊંચ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


30.

[કન્યાનાં હરણ કરવામાં આવતાં તેનું આમાં સૂચન છે.]

ઊંચી મેડી ને બાળા ઝમરખ દીવડો
ત્યાં રે કેસરિયાના ઢોલિયા ઢળાવો!

ઢોલિયે બેસીને વા’લો વેણુ વગાડે
વેણુ વગાડે ને દાદાજીને વીનવે.

દાદા …ભા દાદા ઓરેરા આવો,
…ગામડિયાંનો ગઢડો કેમ કરી લેશું!

ધમળા ધોડાવશું રૂપૈયા રેલાવશું,
લાડડી સોતો ગઢી ચડી ચોટ લેશું.