ચૂંદડી ભાગ 2/35.સૂડલો ઝાલિયો
Revision as of 06:53, 19 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|35|}} <poem> નાના ભાઈ કાંઈ ચડ્યા રે શિકાર ::: વનમાં જઈને રે સૂડલો ઝ...")
35
નાના ભાઈ કાંઈ ચડ્યા રે શિકાર
વનમાં જઈને રે સૂડલો ઝાલિયો રે માણારાજ!
નાની વહુ કાંઈ ધાન ન ખાય
શિયે ને અપરાધે સૂડલો ઝાલિયો રે માણારાજ!
આપણા બાગમાં એળચડીનાં ઝાડ
લીલી ને એળચીએ ચાંચુ ચોડિયું રે માણારાજ!
— નાના ભાઈ.