ચૂંદડી ભાગ 2/48.મોતીના દાણા

From Ekatra Wiki
Revision as of 07:59, 19 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|48 | }} <poem> વનરા તે વનમાં તુળસી કુંવારાં; તુળસીને પાણીડાં પાવ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


48

વનરા તે વનમાં તુળસી કુંવારાં;
તુળસીને પાણીડાં પાવ રે નાના ભાઈ રાણા!
મોતીના દાણા!
વેવાઈને માંડવે ઉતારા ઓરડા
જઈને ઉતારા કરો રે નાના ભાઈ રાણા!
મોતીના દાણા!
વેવાઈને માંડવે કન્યા કુંવારી
જઈને હાથેવાળો મેળો રે નાના ભાઈ રાણા!
મોતીના દાણા!