ચૂંદડી ભાગ 2/54.મનડાં વાળો

From Ekatra Wiki
Revision as of 09:08, 19 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|54.|}} <poem> દાદે નો જોયો દેશ માળવો રે નો જોઈ ઘેલી ગુજરાત રે, બેની...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


54.

દાદે નો જોયો દેશ માળવો રે
નો જોઈ ઘેલી ગુજરાત રે, બેનીબા!
તમે રે ધોળાં ને રાયવર શામળા રે!
…બેનના વર છે શામળા રે
તે દેખી મનડાં વાળો રે બેનીબા!
તમે રે ધોળાં ને રાયવર શામળા રે!