ચૂંદડી ભાગ 2/56.લાવે રે છોકરડા!
Revision as of 09:17, 19 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|56|}} [શણગારોની વિનોદભરી માગણી] <poem> તારી ગઢડામાં ગાડી છોડ રે છ...")
56
[શણગારોની વિનોદભરી માગણી]
તારી ગઢડામાં ગાડી છોડ રે છોકરડા!
લાલ ધતૂરો વાપર્યો.
મારાં બેન માગે તે લાવે રે છોકરડા! — લાલ.
કાંબી કડલાં રે લંગર લાવે રે છોકરડા! — લાલ.
કાવલા ગુજરી ને બેરખાં લાવે રે છોકરડા! — લાલ.
તુલસી ઝરમર ને દોરો લાવે રે છોકરડા! — લાલ.
વાળી વળિયાં કોકરવાં2 લાવે કે છોકરડા! — લાલ.
નહિ તો પોળેથી પાછો વળે રે છોકરડા! — લાલ